← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરિકર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શાળાના કંપાસમાં
એક પરિકર હતું.

એક પગ
કાગળમાં ખૂંપેલો, સ્થિર,
બીજો પગ
આખું વર્તુળ ફરી આવતો.

આપણો સંસાર પણ
એવો જ છે ને?

હું દુનિયા ફરું છું —
નોકરી, શહેર, મુસાફરી, દોડધામ —
ને તું
ઘરના કેન્દ્રમાં
ખૂંપીને ઊભી રહે છે.

લોકો મારું વર્તુળ જુએ છે,
પણ કોઈ નથી જાણતું,
એ ગોળ ત્યારે જ પૂરો થાય છે
જ્યારે
એક પગ
ક્યાંય જતો નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજિંદગી, તું કમાલઆગલો લેખ →છે છતાં