ભોગવાયા અમે
ભોગ માણી જ ક્યાં? ભોગવાયા અમે,
આયનાથી ય પણ છેતરાયા અમે.
નામ મોટું થયું, કામ ભૂલાઈ ગ્યું,
માત્ર ખુરશી વડે ઓળખાયા અમે.
એ તિજોરી ભરી, એ જ તાળાં થયાં,
ને પછી કેદમાં સંઘરાયા અમે.
સ્વાદની પાછળે જીભ દોડ્યા કરી,
મૂળ ભૂખે જ ત્યાં ભૂલવાયા અમે.
ફૂલ ચૂંટી, પરાગે સજાવ્યા ઘરો,
બાગમાંથી જ તો વેતરાયા અમે.
– પરાગ રતનપરા
#ગઝલ #વૈરાગ્ય #ભોગ #માયા #આત્મચિંતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Detachment #Materialism #Illusion #SelfReflection #ParagRatanpara