← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બની જા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમાસે ભટકતો સિતારો બની જા,
હવે ડૂબતાનો કિનારો બની જા.

નથી ફૂલ થઈ મ્હેકવાનું નસીબે,
ગરીબી નડે ત્યાં ગુજારો બની જા.

ન મંદિર, ન મસ્જિદ, ન તીરથ બને તો,
પ્રવાસી બધાંનો ઉતારો બની જા.

ન નેતા, ન હીરો, ન બાવો બને તો,
ભરી ભીડમાં તું ‘બિચારો’ બની જા!

ખરે ફૂલ, તોયે પરાગે ઉડીને
હવામાં સુગંધી પસારો બની જા.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેરણા #સેવા #માનવતા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #BecomeSomething #Service #Humanity #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઈચ્છા નથીઆગલો લેખ →બુઝાતો નથી