← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગીત છોડીને ગયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામનો એ એક કવિ, બસ ગીત છોડીને ગયો,
શબ્દમાં જીવી જવાની રીત છોડીને ગયો.

આ જગત સાથે સદા એ હારતો આવ્યો છતાં,
મોતની સામે ગઝલની જીત છોડીને ગયો.

એક સાદી ઓરડી, બે ચોપડી, ચશ્માં, કલમ,
ને અમારા સૌ હૃદયમાં પ્રીત છોડીને ગયો.

બારણે, ખીંટી ઉપર, ને આંગણે લખતો હતો,
કેટલા શેરો લખેલી ભીંત છોડીને ગયો.

આ પરાગે જોઈ મ્હેકી ઊઠતી શેરી બધી,
વિશ્વ આખાને બનાવી મીત, છોડીને ગયો.

– પરાગ રતનપરા

#ગઝલ #શ્રદ્ધાંજલિ #કવિ #વિદાય #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #TributeToAPoet #Farewell #PoetsLegacy #Remembrance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએક જ બોલઆગલો લેખ →રાહ એટલે