← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માવડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાચરે ચોકમાં લો, રમે માવડી,
ભક્તની ભાવના પર નમે માવડી.

ભીતરે કેટલા દૈત્ય બેઠા હજી,
એ ય ક્રોધાદિને પણ દમે માવડી.

ઘોર અંધારમાં એક દીવો કરે,
ને તિમિર સૌ ઘરોનું શમે, માવડી!

હેમ-હીરા ચડાવે ભલે સૌ તને,
ભાવનું ફૂલ ઝીણું ગમે, માવડી.

આ પરાગે ઘણી ભૂલ કીધી, છતાં
બાળ સમજી બધું એ ખમે માવડી.

– પરાગ રતનપરા

#ગઝલ #નવરાત્રિ #માતાજી #ગરબો #શક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Navratri #DivineMother #Garba #Shakti #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆવકારઆગલો લેખ →થોડું અંતર