ચાલ તું
ના કરી અટકળો, લઈ કદમ ચાલ તું,
છોડ અવઢવ બધી, તજ ભરમ ચાલ તું.
પાંદડાં પર લખે ઝાકળો પણ ગઝલ,
તું ય લઈ હાથમાં આ કલમ ચાલ તું.
લોક શું બોલશે, એ ફિકર છોડ ને,
મૂક નેવે બધી આ શરમ ચાલ તું.
ના નદી પૂછતી, ક્યાં જવું, ક્યાં નહીં,
નીર જેવો જ લઈને ધરમ ચાલ તું.
ફૂલને આ પરાગે કહી વાત કે,
વાયરે મ્હેક થઈ આ જનમ ચાલ તું.
– પરાગ રતનપરા
#ગઝલ #પુરુષાર્થ #હિંમત #કર્મ #પ્રેરણા #પરાગરતનપરા
#GujaratiGhazal #TakeAction #Courage #KeepMoving #Inspiration #ParagRatanpara