← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ન્યાયમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ બાંધી, ન જોયું કશું ન્યાયમાં,
ત્રાજવે તોલવાનું બધું ન્યાયમાં.

વાડ માટે ગયો બાપ કોર્ટે, અને
દીકરો પણ ઘસાયો ઘણું ન્યાયમાં.

બેઉ પક્ષે દલીલો ઘણી થઈ, છતાં
કોઈ બોલ્યું નહીં જે ખરું ન્યાયમાં.

ન્યાયધીશો ગયા ને વકીલો ગયા,
ફાઇલે ધૂળ થઈ જે હતું ન્યાયમાં.

જિંદગી ઓગળી, ત્યાં ચુકાદો થયો,
આ પરાગે ન જોયું નવું ન્યાયમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ન્યાય #અદાલત #વ્યવસ્થા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Justice #CourtDelays #System #SocialSatire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમોજમાંઆગલો લેખ →તારું નામ લઈ