← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘૂંઘરું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર સૌ દાદ દે, ને પાય રડતું ઘૂંઘરું,
આંખ ભીની તોય મારું રોજ હસતું ઘૂંઘરું.

ઝુમ્મરોના દીવડા, ને ઝૂમતા સૌ શેઠિયા,
દીવડાની જેમ મારું પાય બળતું ઘૂંઘરું.

રાત ઢળતી, દાદ ખૂટે, ને ગલી સૂની પડે,
સાંજ ટાણે ગાજતું’તું, ભોર ઠરતું ઘૂંઘરું.

કોઈ ના પૂછે કદી કે કેમ છે, શું દુઃખ છે,
રાત આખી દર-બ-દર બસ એમ ફરતું ઘૂંઘરું.

આ ‘પરાગે’ ફૂલની ખુશ્બૂ બજારે જોઈ, ને
દેખતાં જીવંત, પણ ભીતર જ મરતું ઘૂંઘરું.

– પરાગ રતનપરા

#ગઝલ #નર્તકી #ઘૂંઘરું #વેદના #સ્ત્રીનીપીડા #પરાગરતનપરા
#GujaratiGhazal #DancersPain #Ghungroo #HiddenTears #Compassion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસમજાવ્યા વિનાઆગલો લેખ →મૌનમાં