મૌનમાં
જે ન શબ્દોમાં સમાયું, એ ગવાયું મૌનમાં,
આંખના કાગળ ઉપર જે જે લખાયું મૌનમાં.
પ્રેમમાં બોલ્યા ઘણું, પણ અર્થ ના પામ્યા કશો,
હાથમાં ખાલી હતું જે, એ ભરાયું મૌનમાં.
પથ્થરો સાથે કલાકારે ન કીધી વાત પણ,
ટાંકણાના તાલ પર એ મુખ ઘડાયું મૌનમાં.
સાળ પર બેઠો વણાટી, હોઠ પર ના બોલ કોઈ,
તાર સાથે તાર જોડી, પટ વણાયું મૌનમાં.
આ ‘પરાગે’ ફૂલ સાથે કોઈ ના વાતો કરી,
તોય આખા બાગમાં કૈં કૈં છવાયું મૌનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #શબ્દ #સર્જન #કારીગર #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #BeyondWords #Craftsman #QuietCreation #ParagRatanpara