આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૩ / ૪૧
આ સુગંધી ઓરડો, ને તોય ઘરમાં તું નથી, જ્યાં જુઓ ત્યાં તું જ, ને તોયે નજરમાં તું નથી.
ઘડી સ્વપ્ન મોટાં બતાવી ગયું, ઘડીમાં બધું યે છુપાવી ગયું.
નથી માત્ર શબ્દો, વ્યથા છે ગઝલમાં, હૃદયની પુરાણી કથા છે ગઝલમાં.
દૂર પરદેશમાં ઓસરી સાદ દે, ગામની પાદરે ટેકરી સાદ દે.
સવારે, બપોરે વિચારું તને, નિશા આવતાં હું પુકારું તને.
વેદના ગીતો હતાં જ્યાં, એ નદી સૂકી હવે, ઘાટ પર દીવા નથી, ને આરતી ચૂકી હવે.
સાદ તારો સાંભળીને ચાહતો જોયા વિના, નામ તારું રોજ મનમાં ઝંખતો જોયા વિના.
ઘણા ઘાવ છે, પણ સવાલો ન પૂછો, હતી કેમ ખાલી દિવાલો, ન પૂછો.
ચલો આગળ વધું, મનનો પુરાણો ભાર છોડીને, કદી જીત્યો, કદી હાર્યો, હવે તકરાર છોડીને.
ફગાવ્યા બધા એ રિવાજો હવે, સુણો દીકરીના અવાજો હવે.
ગયો દૂર કરવા ઘણું વજન જિમમાં, બતાવ્યું અરીસે નવું બદન જિમમાં.
હજારો વાર મળ્યું, પણ થતી ના ખતમ ઇચ્છાઓ, ઉપાડે રોજ રણમાં પણ, નવેસર કદમ ઇચ્છાઓ.
ભીતરે બારણું ખોલતો હું મને, ત્રાજવે સત્યના તોલતો હું મને.
દઉં પ્રેમ જ્યાં, ત્યાં વધારો ગણિતમાં, ઋણો મા તણાં, છે ઉધારો ગણિતમાં.
કાલ માટે સાચવીને જે ક્ષણો રાખી હતી, ને ઉધઈએ રાતભરમાં એ ક્ષણો ચાખી હતી.
ભલે આંખ ઝાંખી, ઘટી છે નજર, છતાં ઓળખું છું તમારી અસર.
આંગણાના લીમડાની ડાળમાં કડવાશ છે, તોય એના છાંયડામાં બા તણી મીઠાશ છે.
અમારા શ્વાસમાં ભળતો સુગંધી રંગ છે માટી, કદી કુંભાર કે ખેડૂ, કદી આ અંગ છે માટી.
હવે લાલ પેટી જ ખાલી રહી છે, નજર ડાકિયાની સવાલી રહી છે.
ચૂપકીથી સાંજ ટાણે છે ભરેલો ઓરડો, રાત આવી ત્યાં સુધીમાં તો ઠરેલો ઓરડો.
એક ડેલી ગામ વચ્ચે, જે પુરાણી છે હજી, એ કમાડે કોતરેલી સૌ કહાણી છે હજી.
ઘણાં વર્ષે, પ્રવાસે એ તમારું નગર આવે છે, અચાનક ત્યાં ધબકતું દિલ: ‘અરે, એ જ ઘર આવે છે!’
ખભા બાપુના તો સહારા હતા, અમે ત્યાં ચડીને સિતારા હતા.
ડાળ ફળથી જો લચે તો ઝૂકતાં તું શીખવે, પાનખરમાં પાંદડાંને મૂકતાં તું શીખવે.
હું નથી ઈશ્વર, છતાં હું સાવ પણ ખોટો નથી, એક માણસ છું, ઘણો નાનો, કશે મોટો નથી.
પિતાની હતી એ ખુમારી નજરમાં, અને મા તણી ચૂપ, ભારી નજરમાં.
હતી બાળપણમાં સુહાની રમત, પ્રણયની પછી એક છાની રમત.
સૂર્ય ઊગે ને પછી તો સૌ ય ભાગે નગરમાં, રાત પડતાં ઊંઘ ક્યાં? સૌ રોજ જાગે નગરમાં.
રોજ આ સંસારમાં હરપળ હવા બદલાય છે, ને પલકમાં રાજવીની પણ દશા બદલાય છે.
આજ રેલીમાં હજારો લઈ દહાડી ભીડમાં, એ પધાર્યા, ને બધાએ ચીસ પાડી ભીડમાં.
દેહ પર હીરા જડેલા, રેશમી સૌ સાજ છે, પણ હૃદયમાં તો ઉદાસીનું સતત ત્યાં રાજ છે.
અમે નાના હતા ને વાગતો ત્યાં ઢોલ મેળામાં, ભલે ખિસ્સાં હતાં ખાલી, હતા અણમોલ મેળામાં.
શોક કરવા જે પધાર્યા, એ પ્રચાર કરી ગયા, ઘા રુઝાતો’તો જરી, ત્યાં સૌ પ્રહાર કરી ગયા.
ઓશિકું ભીનું થયું, ને રોજ છાનાં આંસુઓ, દીકરો પરદેશ ઊડ્યો, ત્યાં જ માનાં આંસુઓ.
દીકરો મારો થયો ત્યાં બાપ સમજાયો મને, જાત બાળી ને પછી એ તાપ સમજાયો મને.
વાયરા સામે ભલે, દીવા તણી આ ટેક છે, ગામ આખું એક પલ્લે, ને અહીં બસ એક છે.
ભીંત પર તારીખિયે આજે ગયો કાળો દિવસ, ફાડતાં, બીજા જ પાને એક રૂપાળો દિવસ!
ચૅનલો પર સાંજ પડતાં ચીસ ને ઘોંઘાટ છે, પાંચ ડબ્બામાં ભરેલા પાંચ, માછી-હાટ છે.
હતો મંદિરે? ના, કિનારે ખુદા, ખલાસી બની નિત ઉગારે ખુદા.
ભલે તું ન આવે, વધાવું તને, હૃદયના ઝરૂખે સજાવું તને.
જ્યાં હતો દરબાર, ત્યાં બકરાં ય ઘાસ ચરે હવે, કાંગરાથી રોજ થોડી રેત, ધૂળ ખરે હવે.
હૃદય રોજ તારો ખુલાસો કરે છે, પછી ખુદ જ ખુદને દિલાસો કરે છે.
ગઝલ મારી, હૃદય મારું, બધું સંગીત તારે નામ, ભલે હારું, ખુશી મારી, લખું છું જીત તારે નામ.
બાળપણમાં બા ધરે, તો હેત-દરિયો હાથમાં, રાત પડતાં ઊંઘવાને નર્મ તકિયો હાથમાં.
શબ્દ ભૂલી ગ્યા અમે, ત્યાં સંભળાતું મૌનમાં, આપણું સગપણ બધું તો ઓળખાતું મૌનમાં.
આભમાં ઊડે, ચગે, મારો જ સતરંગી પતંગ, દોર મારા હાથમાં, ને મન ય મનરંગી પતંગ.
કાદવે ઊગે, છતાં કોરું રહે, એ કમળ છે, આ જગત તો લાલચોનું એક ઘેરું વમળ છે.
રેતમાં જ્યાં જ્યાં નજર, ત્યાં એક વીરાની તરસ, ઝાંઝવાંની પાછળે દોડે જ દીવાની તરસ.
ઓરડામાં ભીંત પર છે એ પુરાણો આયનો, રોજ જોતો હું, છતાં મુજથી અજાણો આયનો.
ડૉલરોના દેશમાં પણ સાંભરે મારું વતન, હિમ મહીં તાપણ સમું લાગે મને ન્યારું વતન.