આખી હતી
કાલ માટે સાચવીને જે ક્ષણો રાખી હતી,
ને ઉધઈએ રાતભરમાં એ ક્ષણો ચાખી હતી.
સાંજ પડતાં આયનાને જોઈ હું ચોંકી ગયો,
કેશમાં કોણે બપોરે ચાંદની નાખી હતી?
ઘર મળે, ગાડી મળે ને નામ, પણ ના નીંદ ત્યાં,
એક જોષીએ જવાનીમાં જ આ ભાખી હતી.
મેં ઘડી કાંડે ધરી’તી, કે સમય બંધાય પણ,
જોતજોતામાં ઘડીની આંખ પણ ઝાંખી હતી.
ફૂલ ખરતું’તું, પરાગે આયુ પૂછ્યું, તો કહે:
‘એક પરભાતે જ મારી જિંદગી આખી હતી.’
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #ક્ષણ #જીવનનીક્ષણભંગુરતા #ઉંમર #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #FleetingMoments #Ageing #LifeInADay #ParagRatanpara