તમારી ફિકર
ભલે આંખ ઝાંખી, ઘટી છે નજર,
છતાં ઓળખું છું તમારી અસર.
તમે શોધતાં રોજ ચશ્માં, અને
કપાળે જ ચશ્માં, તમોને ન ખબર!
ગયાં બાળકો દૂર પરદેશમાં,
હવે આપણે બેઉ, ને મૌન ઘર.
દવાનો સમય હું વિસારું, તરત
મને યાદ આવે તમારી ફિકર.
જુવાની હતી એક ઝરણું ચપળ,
હવે શાંત, ઊંડું સરોવર સભર.
પરાગે ગઝલ એક રોજે લખી,
તમારી હથેળી-લકીરો ઉપર.
– પરાગ રતનપરા
#ગઝલ #વૃદ્ધદંપતી #જીવનસાથી #પાકટપ્રેમ #સૂનુંઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #OldLove #LifePartners #GoldenYears #EmptyNest #ParagRatanpara