← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડેલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક ડેલી ગામ વચ્ચે, જે પુરાણી છે હજી,
એ કમાડે કોતરેલી સૌ કહાણી છે હજી.

ઓસરીમાં ખાટલે બેસી કહે દાદા કથા,
ખાટલાના વાણમાં ગૂંથેલ વાણી છે હજી.

ખંડ ખાલી, ગોખ ખાલી, ને કબૂતર ઘૂઘવે,
તોય નેવેથી ટપકતું મેઘ-પાણી છે હજી.

બિલ્ડરે માપી, કહે: ‘ટાવર અહીં ચણશું અમે,’
ઈંટ ઈંટે તોય દાદાની કમાણી છે હજી.

આ પરાગે ઓરડાની ધૂળ ખંખેરી, અને
ધૂળમાં પણ બાળપણની મ્હેક માણી છે હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #ડેલી #બાપદાદાનુંઘર #ગામ #વારસો #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #VillageHaveli #Heritage #Roots #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપિયરની ઘંટીઆગલો લેખ →તકતી