કરી ગયા
શોક કરવા જે પધાર્યા, એ પ્રચાર કરી ગયા,
ઘા રુઝાતો’તો જરી, ત્યાં સૌ પ્રહાર કરી ગયા.
‘રામની મરજી’ કહીને પીઠ થાબડતા જરા,
ને પછી ‘વીમા’ વિશે પણ એ વિચાર કરી ગયા.
‘કામ હો તો યાદ કરજો’ — એમ બોલી એ ગયા,
ને જરૂરે સાદ દીધો, તો નકાર કરી ગયા.
દર્દ મારું ગામ આખે ગાઈ ફેલાવ્યું પછી,
આંસુઓનો પણ મજાથી એ શિકાર કરી ગયા.
આ પરાગે ત્યાં નિહાળ્યાં બાળ બે બેઠાં કને,
ના કશું બોલ્યાં, છતાં મનનો સુધાર કરી ગયા.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સાંત્વના #દંભ #નિર્દોષતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #FakeSympathy #Hypocrisy #ChildlikeKindness #ParagRatanpara