← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખંડેર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યાં હતો દરબાર, ત્યાં બકરાં ય ઘાસ ચરે હવે,
કાંગરાથી રોજ થોડી રેત, ધૂળ ખરે હવે.

જ્યાં હતી શરણાઈ, નૃત્યો, ને નગારાં ગાજતાં,
ત્યાં ઝરૂખે એકલો બસ શાંત પવન સરે હવે.

રાજવીના દ્વાર પર જ્યાં કંપતી’તી સૌ પ્રજા,
સૌ પ્રવાસી ફોન લઈ લઈ ‘વાહ’ ‘વાહ’ કરે હવે.

નામ જેનું સાંભળીને ધ્રૂજતા’તા શત્રુઓ,
ભોમિયો એ નામ વેચી આજ પેટ ભરે હવે.

આ પરાગે ભીંતમાં ઊગેલ પીપળ જોઈને,
તાજ ડૂબ્યા, તોય ખડકે એક ઝરણ ઝરે હવે.

– પરાગ રતનપરા

#ગઝલ #ખંડેર #કિલ્લો #ઇતિહાસ #ક્ષણભંગુરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Ruins #FallenEmpires #History #LifeGoesOn #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઉત્તર વગરઆગલો લેખ →તુંબડું