લીમડો
આંગણાના લીમડાની ડાળમાં કડવાશ છે,
તોય એના છાંયડામાં બા તણી મીઠાશ છે.
ગ્રીષ્મના ભડકે બળે છે ગામ આખું તે છતાં,
લીમડા નીચે પડેલા ખાટલે બસ હાશ છે.
ડાળ પર બાંધેલ ઝૂલો એકલો ઝૂલ્યા કરે,
બાળપણના પગ ફરી આવે, હજી એ આશ છે.
લીમડો કાપ્યો અને ટ્યૂબો ભરી છે ‘નીમ’ની,
એડમાં ગોરી કહે છે: ‘ગામની ભીનાશ છે!’
આ પરાગે મ્હોર ચાખ્યો લીમડાનો ચૈત્રમાં,
સ્વાદ કડવો, પણ હૃદયમાં ઊઘડે આકાશ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #લીમડો #આંગણું #બાનીયાદ #ચૈત્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #NeemTree #VillageCourtyard #BitterSweet #ChildhoodSwing #ParagRatanpara