← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અવાજો હવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફગાવ્યા બધા એ રિવાજો હવે,
સુણો દીકરીના અવાજો હવે.

હતી ઘૂંઘટે જે સદા યે છુપી,
હસે છે, બતાવે મિજાજો હવે.

સદા પાઠ ગોખ્યા, સમજ ના પડી,
હૃદયથી કરું છું નમાજો હવે.

ભણી, ગઈ ગગનમાં, શિખર પર ચડી,
ભલે ઘૂરકે આ સમાજો હવે.

‘પરાગે’ ગઝલમાં વધાવી ખરી,
મળે દીકરીને નવાજો હવે.

– પરાગ રતનપરા

#ગઝલ #દીકરી #સ્ત્રીશક્તિ #રૂઢિ #પરિવર્તન #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughters #WomenEmpowerment #BreakingTraditions #Change #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછોડીનેઆગલો લેખ →જિમમાં