← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દેહ પર હીરા જડેલા, રેશમી સૌ સાજ છે,
પણ હૃદયમાં તો ઉદાસીનું સતત ત્યાં રાજ છે.

રોજ જિમમાં જઈ બનાવે બાવડાં ફૂલેલ એ,
બાપની થેલી ઉપાડે? એ ય એને લાજ છે!

મંચ પર જીતી ખિતાબો, ગર્વથી ઊભો હસે,
ને પિતાની લાકડી તૂટી પડી, શિર તાજ છે!

દેહનો શણગાર કરતાં જાત ભૂલી જાય સૌ,
આયનો પૂછે: ‘ખરો તું કોણ? ક્યાં તું આજ છે?’

પાર્લરે ક્યાં જાય છે ફૂલો? છતાં ખીલે ‘પરાગ’,
ભીતરે જે સત્ય, એનો રૂપ પર અંદાજ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #દેખાડો #શણગાર #આંતરિકસૌંદર્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ShowOff #InnerBeauty #VanityVsVirtue #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસ્ટ્રાઇકરઆગલો લેખ →મેળો