← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેતમાં જ્યાં જ્યાં નજર, ત્યાં એક વીરાની તરસ,
ઝાંઝવાંની પાછળે દોડે જ દીવાની તરસ.

એ જુવાનીના દિવસ, ને આંખમાં સપનાં ઘણાં,
એક ઝરણું ઊછળે, ને સાથ તોફાની તરસ.

ડુંગરેથી ઊતરી, ભટકી નદી વનવન ઘણી,
સાગરે જઈને ઠરી ત્યાં એ જ મનમાની તરસ.

મયકદે પ્યાલા ઘણા પીધા, છતાં ના તૃપ્તિ થઈ,
ત્યાં ફકીરે ફૂંક મારી, હાશ! રૂહાની તરસ.

આ પરાગે રણ ઉલેચ્યું, ઝાંઝવાં ભેદી, પછી
રેતમાં તો કૂંપળ સમી એક નાદાની તરસ.

– પરાગ રતનપરા

#ગઝલ #તરસ #રણ #ઝંખના #સૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #Thirst #DesertWithin #Longing #SufiThirst #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઈમાનઆગલો લેખ →પ્રેમ એટલે