← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઈમાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ મારી, દૃશ્ય તારાં; શ્વાસ મારા, જાન તું,
હોઠ મારા, ગીત તારાં; રાગ મારા, ગાન તું;
તુજમહીં હું ઓગળું, ના ભેદ છે, ના ભાન છે,
કોઈ પૂછે ‘કોણ તું?’, તો હું કહું: ‘ઈમાન તું.’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકમળઆગલો લેખ →તરસ