આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૨૭ / ૪૧
થઈ ગયો છે જિંદગીભરનો સહારો દર્દનો, ને હવે તો રોજનો છે આ પનારો દર્દનો.
ગામ છોડ્યું, દેશ છોડ્યો, તો ઉદાસી સાથમાં, સો મુકામો પાર કીધા, પણ પ્રવાસી સાથમાં.
ભૂખ ભાંગે એટલો બસ રોટલો તું આપજે, સાંજ બેસી વાત કરવા ઓટલો તું આપજે.
હિમાલય જનમથી ઝુલાવે નદીને, સમંદર સદા યે મનાવે નદીને.
હતી રાત લાંબી, રડીને મનાવ્યું, સવારે ફરી મન હસીને મનાવ્યું.
ગઝલ કે ગુલાબી, તને શું કહું? નશીલી શરાબી, તને શું કહું?
મેં કમાયું પાટિયે બસ નામ, આખી જિંદગી, ને અધૂરું ભીતરે આ કામ, આખી જિંદગી.
હોઠ પર તો મૌન છે, ને છે સમંદર ભીતરે, બ્હાર સઘળું શાંત, ને ઘૂમે બવંડર ભીતરે.
મને બસ રજાનું બહાનું મળે, કદી તો દવાનું બહાનું મળે.
રાત આખી રોઈ મા, ને આંગણું ખારું થયું, દીકરો પરદેશ ગ્યો, ને ઓઢણું ખારું થયું.
ક્યારનું એ આંસુ આવી ને અટક્યું પાંપણે, સ્વપ્ન તારું પણ સવારે જો, લટક્યું પાંપણે.
સાચ બોલો, તો ભરેલા ચોકમાં આવી જજો, આંખ ભીની હોય તો પણ, શોકમાં આવી જજો.
ઓસરીમાં ખાટલે આજે ય ગાતો રેડિયો, બંધ ઘરમાં કોઈ ધીમે ગણગણાતો રેડિયો.
ગામમાં બંધાઈ શાળા, કાગળ ઉપર છે બધું, વીજળી, પંખા, ઉજાળા, કાગળ ઉપર છે બધું.
કોઈ નકશો ના હતો, મેં ચીતરી મારા પગે, ને ધરા પર એક કેડી કોતરી મારા પગે.
રાહ પર ઘાયલ મરે છે, રોશની છે ફોનમાં, કોઈ ઊંચકતું નથી, બસ જિંદગી છે ફોનમાં.
એકતારો રણઝણે છે સાવ અનહદ નાદમાં, પિંડ-બ્રહ્માંડે ન રાખી કોઈ સરહદ નાદમાં.
શબ્દ જે ના બોલતા, એ છે ઇશારો મૌનમાં, ડૂબતી નૌકા, તને મળશે કિનારો મૌનમાં.
જગત એક મેળો ઘડી બે ઘડી, બધો સાથ ભેળો ઘડી બે ઘડી.
દિલ તને દીધું હતું, લખ્યું ઉધારી ચોપડે, વ્યાજમાં આંખો ભરી, કેવી ખુમારી ચોપડે!
નિયમ? એ નમાવો, બધું ચાલશે, કશું પણ ચલાવો, બધું ચાલશે.
બીજ વાવ્યાં, આશ વાવી, ખેતરે વરસાદ દે, બેડલાં ખાલી હજી છે, આંગણે વરસાદ દે.
બંધ પેટીના બધા પત્રો સુકાયાં તાપમાં, ને અમે પણ એ સ્મરણ સાથે છવાયાં તાપમાં.
આંખ ખૂલે, ને બધા બસ કેમ દોડે નગરમાં? સાંજ ઢળતાં એ જ સપનાં કોણ તોડે નગરમાં?
આંખમાં સપનું હતું, ને રાત આખી જાગતાં, દીવડો પણ ઓલવાયો, જ્યોત ઝાંખી જાગતાં.
ઓરડે ખૂણે પડી છે એક નાની ઢીંગલી, દીકરી જ્યાં લગ હતી, ત્યાં રોજ રાણી ઢીંગલી.
નથી ભૂતો, નથી રાતો, અરીસાઓ ડરાવે છે, મને મારા જ ભીતરના ખુલાસાઓ ડરાવે છે.
રાતની એ વારતા ને એ જ વાણી ક્યાં જડે? છાંયડો વડનો, પરબનું શીત પાણી ક્યાં જડે?
સૂર્ય, ચાંદો, આભ સઘળું, સૌ લખોટી રમતમાં, હાર ને જીતે હતી ના કો’ કસોટી રમતમાં.
જળ હતું મીઠું, થયું છે સાવ ખારું આજકાલ, નામ પોતાનું લખું, ત્યાં થાય તારું આજકાલ.
ઊંઘ અડધી, ચા અધૂરી, ને સવારે દોડમાં, જેમ ઊડે છે પતંગો, કો’ ઇશારે દોડમાં.
અમાસી નિશાનો ઉજાલો થજે તું, ગરીબી ઘરે હો, નિવાલો થજે તું.
રખડતા રહે, તો ખજાના જડે છે, ઘરે બેસનારા, બહાના જડે છે.
નથી મળવું, નથી લડવું, રિસાવાનું ઇમોજીમાં, ગુલાબો, પત્ર સૌ ભૂલી, મનાવાનું ઇમોજીમાં.
જાગતી બેઠી રહી છે એ કિશોરી ઓશિકે, આંખ ઝૂરે ચાંદને, જાણે ચકોરી ઓશિકે.
હજી ખળખળ વહે છે કોઈ નાનું ઝરણ મારામાં, નિરાશામાં ય ઝળકે છે સતત આ કિરણ મારામાં.
રાત કાળી છે ભલે, પણ એ વહાણું ઊગશે, આંખમાં સપનું ધરી સૂ, એક ગાણું ઊગશે.
શ્વાસ મારો કણ કણે આ ખૂટતો ઘડિયાળમાં, ને સમય પોતે ય જાણે તૂટતો ઘડિયાળમાં.
ઘાટ પર બાંધી હતી, મેં આજ છોડી નાવડી, ને પવનની સંગ ચાલી, એમ દોડી નાવડી.
એક કૂવો, એક પાણી, ભેદની દીવાલ છે, જન્મથી જેને મળી, એ કેદની દીવાલ છે.
પ્રજા નામે ગધેડો છે, સદા ભારા ખભે લે છે, ઉમેરો નિત્ય ટૅક્સોનો, નવા ધારા ખભે લે છે.
એ ઉમળકો, એ ઉજાણી, એ લહાવો આજ ક્યાં? એકબીજાના ખભે માથું, લગાવો આજ ક્યાં?
આંખ કોરી, મૌન હોઠે, ખૂબ રોયા શબ્દમાં, સાથના દિવસો બધા, મેં ક્યાંક ખોયા શબ્દમાં.
તું ગયાને વર્ષ વીત્યાં, ઓરડે પડઘા પડે, હું ય ઊઠું ને ફરું, ત્યાં ઉંબરે પડઘા પડે.
દિવસ આખો ફોન ચાલ્યો, રાત ખૂટી બૅટરી, શોધતાં ચાર્જર, હૃદયની સાથ તૂટી બૅટરી.
તમારું અચાનક મલકવું ગમે છે, ઘડીમાં ખુશીથી છલકવું ગમે છે.
દીકરી પાછી ઘરે લઈને દિવાળી આવશે, ઘર હસીને બોલશે: લે, આ ખુશાલી આવશે.
ચાંદનીનો, તારલાનો, રાતનો આભાર છે, સાંજની એ લાજભીની વાતનો આભાર છે.
ઓસનાં ટીપાં ઝગે, જાણે નગીના ફૂલમાં, મ્હેકતા માળી તણા ઝીણા પસીના ફૂલમાં.
હસું છું હું, બધાં સામે, વિરહ-રાતો ગુજારીને, નથી બોલ્યો, નથી રોયો, ઘણી વાતો ગુજારીને.