← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આજ ક્યાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ ઉમળકો, એ ઉજાણી, એ લહાવો આજ ક્યાં?
એકબીજાના ખભે માથું, લગાવો આજ ક્યાં?

એક છત નીચે રહેતું સાથ ત્યારે ઘર બધું,
સૌ હવે તો એકલા, કોનો નિભાવો આજ ક્યાં?

ભક્ત ટોળે, ભીડ મોટી, ને કતારો દર્શને,
ભાવ ક્યાં? ભગવાનને સાચો ચઢાવો આજ ક્યાં?

ગામ આખું પંચ થઈને ન્યાય કરતું’તું કદી,
કોર્ટમાં ખડકાય ફાઇલ, એ ઠરાવો આજ ક્યાં?

આ ‘પરાગે’ ફૂલ સાથે બાળપણ વાવ્યું હતું,
પાંદડે ઝાકળ સમા એ સૌ બનાવો આજ ક્યાં?

– પરાગ રતનપરા

#ગઝલ #જૂનોજમાનો #સંયુક્તકુટુંબ #ગામડું #પરિવર્તન #પરાગરતનપરા
#GujaratiGhazal #GoneDays #JointFamily #VillageJustice #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવસંત ક્યારે ગઈ?આગલો લેખ →શબ્દમાં