← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોપડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દિલ તને દીધું હતું, લખ્યું ઉધારી ચોપડે,
વ્યાજમાં આંખો ભરી, કેવી ખુમારી ચોપડે!

બાપની ખાતાવહીમાં ક્યાંય ના એનું ખરચ,
બાળકોની ફી, દવા, ઘરની સવારી ચોપડે.

શેઠ બોલ્યા: ‘ખોટ છે’, ભૂખે મજૂરો ઘેર ગ્યા,
પણ નફો ઊભો થયો, બાંધ્યો બજારી ચોપડે.

રાતભર મા જાગતી’તી, એ ન લખતી ક્યાંય પણ,
ના ચડી એની કદી માંદી પથારી ચોપડે.

ફૂલ વેચાયાં હજારો, મ્હેક ના વેચી ‘પરાગ’,
એ હવામાં ઓગળી, ના મેં ઉતારી ચોપડે.

– પરાગ રતનપરા

#ગઝલ #હિસાબ #પ્રેમ #પિતા #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #LedgerOfLife #Love #FathersSacrifice #MothersLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપહેલા વરસાદનાં ભજિયાંઆગલો લેખ →બધું ચાલશે