← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બધું ચાલશે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નિયમ? એ નમાવો, બધું ચાલશે,
કશું પણ ચલાવો, બધું ચાલશે.

ન ભણ્યા ભલે, બાપ મંત્રી હશે,
પિતાશ્રી બતાવો, બધું ચાલશે.

નવો પુલ પડી ગ્યો, તપાસો જરા,
રિપોર્ટો દબાવો, બધું ચાલશે.

દહેજો હવે ‘ભેટ’ લાગે અહીં,
બધું લઈ પચાવો, બધું ચાલશે.

‘પરાગે’ ગઝલમાં લખી સત્યતા,
ગઝલ એ ભુલાવો, બધું ચાલશે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ભ્રષ્ટાચાર #સમાધાન #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Corruption #AnythingGoes #SocialCommentary #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખચોપડેઆગલો લેખ →વરસાદ દે