← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નગરમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ ખૂલે, ને બધા બસ કેમ દોડે નગરમાં?
સાંજ ઢળતાં એ જ સપનાં કોણ તોડે નગરમાં?

પોટલી માએ ભરી’તી, ગામથી લાવ્યો હતો,
એ જ ગાંઠો ખર્ચ માટે રોજ છોડે નગરમાં.

ભીંત સાથે ભીંત અડકે, ફ્લેટ ખીચોખીચ છે,
પણ હૃદયનો એક ખીલો કોણ ખોડે નગરમાં?

ભૂખ પેટે, હાથ લાંબો, સિગ્નલે આ બાળ છે,
કાચ ના ખૂલે કદી, બસ હાથ જોડે નગરમાં.

બાલ્કનીમાં ફૂલ વાવ્યાં તોય આ જોયું ‘પરાગ’,
મ્હેક ત્યાં પણ શ્વાસ રૂંધે, ધૂળ ઓઢે નગરમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #નગર #સ્થળાંતર #એકલતા #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #CityLife #Migration #UrbanLoneliness #LostWarmth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાચની ચૂડીઆગલો લેખ →ફ્રીઝર