← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડરાવે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી ભૂતો, નથી રાતો, અરીસાઓ ડરાવે છે,
મને મારા જ ભીતરના ખુલાસાઓ ડરાવે છે.

સગાં ઘા જોઈને આવે, મલમ લઈ હાથમાં ઊભાં,
મફતમાં જે મળે છે એ દિલાસાઓ ડરાવે છે.

ગરીબીમાં ય ભૂખ્યા પેટ પણ આવી જતી’તી ઊંઘ,
હવે ઊંચા ભવનમાંના નિસાસાઓ ડરાવે છે.

ચુનાવે ગામ થરથરતું, ગલીઓ પણ ઠરી જાતી,
સભા, રેલી, પ્રચારોના તમાશાઓ ડરાવે છે.

‘પરાગે’ બાળપણમાં ભૂત ભાળ્યાં, પણ હવે ઘડપણ,
દવાખાને લખાયેલા પતાસાઓ ડરાવે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ડર #વ્યંગ #ઘડપણ #આત્મનિરીક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Fears #LightSatire #OldAge #SelfReflection #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઢીંગલીઆગલો લેખ →રોટલીનો ગોળ