← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રોટલીનો ગોળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ પરણીને આવી
ત્યારે એને ગોળ રોટલી
વણતાં નહોતું આવડતું.

સાસુએ મોં મચકોડ્યું,
નણંદ હસી,
ને પતિ બોલ્યો:
‘માની જેવી નથી.’

પછી ચાલીસ વરસ
એણે રોજ સવાર-સાંજ
ગોળ ગોળ વણ્યું —
દીકરાનું ટિફિન,
સસરાની દવા,
મહેમાનોની થાળી,
વહુના રિસામણાં.

આજે એની રોટલી
એકદમ ગોળ થાય છે.
એ જ રીતે
જે રીતે પૃથ્વી ગોળ છે.

ને કોઈને ખબર નથી
કે આખું ઘર
એની આસપાસ
ફરે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખડરાવે છેઆગલો લેખ →નદી પાર