ઊગશે
રાત કાળી છે ભલે, પણ એ વહાણું ઊગશે,
આંખમાં સપનું ધરી સૂ, એક ગાણું ઊગશે.
ભૂખ વાવી, આંસુ સીંચ્યાં, બાપુ બોલ્યા: ‘જો, બકા,
ભૂખના આ ખેતરે પણ એક ભાણું ઊગશે.’
ઝાડ ખરતાં પાંદડાંને રોઈ ના, ઓ બાવરા,
પાનખર પાછળ વસંતી કોઈ ટાણું ઊગશે.
મંચથી નેતા કહે: ‘મત વાવજો અમને, પછી
ઝાડ પર તો રોકડું ને ખૂબ નાણું ઊગશે!’
આ ‘પરાગે’ બીજ શ્રદ્ધાનું ઉછેર્યું છે સદા,
ફૂલ થઈને કાલ મ્હેકી, એ ઉખાણું ઊગશે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #શ્રદ્ધા #ખેડૂત #પરિવર્તન #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Faith #NewDawn #FarmersSpirit #ParagRatanpara