બહાનું મળે
મને બસ રજાનું બહાનું મળે,
કદી તો દવાનું બહાનું મળે.
હવે ના સમોસાં, ન મીઠાઈ કાંઈ,
ઉજાણી, કથાનું બહાનું મળે.
પડી જાય મોડું જરા જો ઘરે,
રિસાવા, ગુનાનું બહાનું મળે.
ઘણી ફાઈલો ને ઘણા છે ઠરાવ,
કચેરી! સભાનું બહાનું મળે.
પરાગી બની મ્હેક ઊડી જરા,
પવનને દુવાનું બહાનું મળે.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #વ્યંગ #બહાનાં #રોજિંદુંજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Excuses #OfficeSatire #EverydayLife #ParagRatanpara