← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાદમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એકતારો રણઝણે છે સાવ અનહદ નાદમાં,
પિંડ-બ્રહ્માંડે ન રાખી કોઈ સરહદ નાદમાં.

રાતભર ધૂણી ધખી ને રાખ ચોળી દેહ પર,
મસ્ત જોગી ગાય, ભૂલી જાય સૌ હદ નાદમાં.

મેં કબીરા, સૂર, મીરાંનાં બધાં પદ ગાઈને,
ને પછી ખોવાઈ ગ્યો, આંખોય ગદગદ નાદમાં.

ભીતરે ઝાલર વગાડે કોણ આ મધરાતમાં?
ઊંઘ જાગી ને ભળી, લઈ એક મકસદ નાદમાં.

ફૂલ ઝૂમે, ડાળ ઝૂમે, ને હસે ખુશ્બૂ ‘પરાગ’,
મ્હેક પણ નાચે, બની છે આજ બેહદ નાદમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #અનહદનાદ #અધ્યાત્મ #જોગી #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #MysticSound #Spirituality #Sufi #InnerMusic #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફોનમાંઆગલો લેખ →કાખઘોડી અને ઘાસ