← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફોનમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાહ પર ઘાયલ મરે છે, રોશની છે ફોનમાં,
કોઈ ઊંચકતું નથી, બસ જિંદગી છે ફોનમાં.

એક ઘરમાં ચાર જણ ને ચાર ખૂણે ચાર સ્ક્રીન,
સાથ બેઠાં છે બધાં, પણ લાગણી છે ફોનમાં.

મંદિરે દર્શન કરે છે સૌ હવે તો સ્ક્રીનથી,
ઘંટડી ગૂંજે નહીં, બસ આરતી છે ફોનમાં.

મા નથી, તોયે સવારે રોજ ‘ખાધું?’ પૂછતી,
સાચવેલો સાદ એનો, બંદગી છે ફોનમાં.

બાગમાં ફૂલો હસે છે, મ્હેક પણ મીઠી ‘પરાગ’,
કોઈ ના થોભ્યું, બધાની તાજગી છે ફોનમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #મોબાઈલ #સંવેદના #ટોળું #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SmartphoneAge #LostEmpathy #DigitalLife #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમને ભૂખ નથીઆગલો લેખ →નાદમાં