મને ભૂખ નથી
ચાર રોટલી હતી,
ને અમે પાંચ જણ.
મા બોલી:
‘મને આજે ભૂખ નથી,
બપોરે પાડોશમાં ચા પીધી હતી.’
અમે ચારે ખાધું,
પેટ ભરીને, હસીને.
વર્ષો પછી સમજાયું —
પાડોશમાં કોઈ ચા નહોતી,
ને બપોરે મા
ખેતરે ગઈ હતી.
દુનિયાનું
આ એક જ જૂઠાણું
એવું છે
જેને સાંભળીને
ઈશ્વર પણ
ચૂપચાપ
પોતાની થાળી ખસેડી લે છે.
– પરાગ રતનપરા