ઇમોજીમાં
નથી મળવું, નથી લડવું, રિસાવાનું ઇમોજીમાં,
ગુલાબો, પત્ર સૌ ભૂલી, મનાવાનું ઇમોજીમાં.
નથી ભેટો, નથી ખભ્ભો, નથી પાસે, નથી સાથે,
રડે છે મિત્ર, તોયે બસ હસાવાનું ઇમોજીમાં.
ગયા દાદા, ગ્રુપે સૌએ નમન કીધું, પછી ભૂલ્યા,
અમારે શોક પણ પીળો, બતાવાનું ઇમોજીમાં.
અમે મોઢે ન બોલ્યા જે, હૃદયની વાત એ આખી,
શરમનું લાલ ટપકું છે, છુપાવાનું ઇમોજીમાં.
‘પરાગે’ ફૂલ તો દીધાં, છતાં ખુશ્બૂ નથી એમાં,
હવે તો ફૂલ પણ ખાલી સજાવાનું ઇમોજીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ડિજિટલપ્રેમ #ઇમોજી #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #EmojiLove #DigitalRelationships #SocialMedia #ParagRatanpara