ચાતક
ચાતક જેવું તરસ્યું મનડું, આભે માંડી આંખ,
એક ટીપું તારી વાતનું દે, તો ફૂટે મને પાંખ.
વાદળ આવ્યાં, ગાજ્યાં, ગરજ્યાં, વરસ્યાં પરગામ,
મારે આંગણ કોરું કોરું, કોરું મારું નામ;
નદી-તળાવે પાણી ભર્યાં, પણ મારે ખપે ના રાખ…
ચાતક જેવું…
લોક કહે: ‘લે ખોબો ભરી પી, શાને જીદે ચડી?’
હું તો કહું: ‘પ્રીતની તરસ તો એક જ ટીપે ઠરી’;
સાગર આખો ખારો લાગે, મીઠી એની સાખ…
ચાતક જેવું…
પરાગ કહે: આ ચાતકની તરસ નથી રે બાઈ,
આ તો એક જ નામની માળા, જનમજનમની સગાઈ;
સ્વાતિનું એક ટીપું પડે, ને મોતી થઈ જાય લાખ…
ચાતક જેવું…
– પરાગ રતનપરા