← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદીને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હિમાલય જનમથી ઝુલાવે નદીને,
સમંદર સદા યે મનાવે નદીને.

શિલાઓ, ખડક ને વળાંકો ઘણા છે,
છતાં કોણ જાણે ચલાવે નદીને?

તટે કારખાનાં, ગટરનાં ઉકરડાં,
મનુષ્યો જ ઝેરે સતાવે નદીને.

પિતા પર્વતો જેમ ઊભા ઉદાસી,
વિદાયે પહાડો રડાવે નદીને.

પરાગી પવન જ્યાં વહે બેઉ કાંઠે,
કમળની સુગંધે સજાવે નદીને.

– પરાગ રતનપરા

#ગઝલ #નદી #પ્રકૃતિ #વિદાય #પર્યાવરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #River #Nature #Farewell #Environment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતું આપજેઆગલો લેખ →હંસલો ઊડે રે