આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૨૬ / ૪૧
ભરી ભીડમાં પણ સદા એકલા, થયા દીકરા પણ જુદા, એકલા.
ભલે તડપું, ભલે તરસું, કદી સાદે નહીં આવું, ઝુરાપાની કડી થઈને ફરી યાદે નહીં આવું.
ટેરવાંથી ઝળહળી આ જિંદગી ભાળું હવે, મંદિરે ઘંટારવે મુજ બંદગી ભાળું હવે.
ચાર છાંટા આભથી ને માર્ગ પર જ તળાવ છે, ઓફિસે જાવા હવે તો ભાડથી પણ નાવ છે.
રાતભર જાગી હવે હું ભીંતથી વાતો કરું, સાંભળે ના કોઈ, તો હું ગીતથી વાતો કરું.
ગઝલને ફકત એક તાળી મળી, હતું પેટ ખાલી, ન થાળી મળી.
તું ગયો, ને મેજ પર આ વાંસળીનો અર્થ શું? રાતભર ગાજી ગયેલી વીજળીનો અર્થ શું?
હાથ ઝાલી સ્લેટ પર તો અક્ષરોનું ભાન તેં, મૌનને પણ શબ્દ દઈને ગીતનું વરદાન તેં.
સાવ ખુલ્લો, પારદર્શક ઓટલો છે કાચનો, હાથમાં ખણકે તમારો ચૂડલો છે કાચનો.
બાળશો તો રાખમાંથી ઘાસ થઈને ઊગશું, ખેડશો તો ખેતરે હળ-ચાસ થઈને ઊગશું.
ન કાનૂનથી, ના ખુદાથી ડરે એ, ફકત ચૂંટણીમાં પ્રજાથી ડરે એ.
છોડતાં ઘર, બાપની એ વાત લીધી સાથમાં, ઓસરીની ચાંદની ને રાત લીધી સાથમાં.
ઉગાડ્યાં છે અમે સપનાં, કદી ફળશે, ખુદા જાણે, ગયો જે દૂર પરદેશે, ફરી મળશે, ખુદા જાણે.
આંખમાં ઊગી હતી એ આગને જીવી ગયો, બાપ જેવા એક ઝીણા ત્યાગને જીવી ગયો.
ઢળે સાંજ, ત્યારે ઉદાસી મળે છે, નજર માંડતી એ અગાસી મળે છે.
હજી કોઈ ઝાંઝર ભુલાયું નહીં, વતન, ગામ, પાદર ભુલાયું નહીં.
રાતભર ગરબા રમે, એ નાચતું ગુજરાત છે, ફાફડાની મ્હેકથી સૌ જાગતું ગુજરાત છે.
કોઈ શાળામાં ભણાવે ધડકનોનું વ્યાકરણ? આંખથી શીખી ગયાં બે ચુંબનોનું વ્યાકરણ.
હવે તો દિશાઓ મને સાદ પાડે, વગડની હવાઓ મને સાદ પાડે.
ગામમાં સળગી રહી છે, ઝાળને રોકો હવે, હોઠ પર જે ઝેર થઈ, એ ગાળને રોકો હવે.
પરોઢેથી જ બેઠો છું, નદી ઘાટે તને જોવા, ભમી મેળે, ભમી ખેતર, ભમી વાટે તને જોવા.
ફાઈલોમાં ધૂળ ખાતી યોજના, ક્યાં જઈ કહું? નળ ઉપર ‘કાલે’ લખેલી સૂચના, ક્યાં જઈ કહું?
સાંજ આવી આંખમાં, ને ચોપડું ઝાંખું થયું, રંગ ઊડ્યો, ઓઢણીનું લૂગડું ઝાંખું થયું.
હતું કોરું ગગન, પળમાં જ ભીંજાયું નજર મળતાં, ઉદાસીનું ધવલ પાનું ય રંગાયું નજર મળતાં.
એક નાની પોસ્ટ મૂકી, વાહ આપો તો જરા, ને પછી મારા વખાણો ક્યાંક છાપો તો જરા.
એક સાચું વેણ બોલું, ગામને ભારે પડે, મૌન રાખું, એ ય મારા નામને ભારે પડે.
જ્યાં પડું, ત્યાં હાથ દઈને પણ ઉઠાડે ઠોકરે, આંખ મીંચી ચાલનારાને જગાડે ઠોકરે.
દર્દ જો ના હોય તો આ શાયરી ક્યાંથી હશે? વાંસ જો વીંધાય ના, તો બંસરી ક્યાંથી હશે?
ચાંદ પણ શરમાઈ બેઠો આ નજારો જોઈને, રાત પણ રોકાઈ ગઈ તારો ઇશારો જોઈને.
જોઈને ખંજર બધાનાં, થઈ કટારી શબ્દ પણ, આજકાલે તો થયા છે સૌ શિકારી શબ્દ પણ.
પાન ખરતું હોય એવા કો' બહાને આવજે, મોત, તું ધીમે પગે મારા મકાને આવજે.
જિંદગીના ઓરડામાં રોશની મોડી પડી, વાત કરવી'તી ઘણી, પણ લાગણી મોડી પડી.
હું કશું પણ જ્યાં ય ધારું, થાય છે સૌ ઊલટું, જો સવારે હું વિચારું, થાય છે સૌ ઊલટું.
મ્હેક તારી છે હજી આખી ભરેલી ઓરડે, ચાંદની જાણે અહીં આવી ઢળેલી ઓરડે.
જમાવી ગયા છે મજા ડાયરામાં, ફરકતી ગઝલની ધજા ડાયરામાં.
ઓસરી મ્હેકી જરા, જ્યાં ઘેર આવી દીકરી, સાથમાં એ સાસરેથી યાદ લાવી દીકરી.
બધું જાણનારા, ગજબ છે ભગાભાઈ, વિના પાંખ ઊડે, અજબ છે ભગાભાઈ.
ચાર દીવાલો મહીં જો એક બારી હોત તો, આંગણે તુલસી, ગુલાબોની ય ક્યારી હોત તો.
શિર ઉપર મૂક્યો ભલે તેં તાજ, સાથે શું જશે? તેં ભલે જીત્યાં હજારો રાજ, સાથે શું જશે?
ગામમાં વરસો પછી લાવી ઉજાણી ચૂંટણી, ને નવી નેતા તણી દેતી કમાણી ચૂંટણી.
સૌ છુપાવીને ફરે છે એ ચહેરો માસ્કમાં, કોણ રડતું, કોણ હસતું, છે પહેરો માસ્કમાં.
જે ધરે છે ભોગ, એ ભગવાનને એંઠું કરે, ઢોલ પીટીને કરે જે, દાનને એંઠું કરે.
ઓ ખુદા, ભીતર તણા અંધારથી છોડાવજે, ને મને આ મોહના સંસારથી છોડાવજે.
ભલે હો સમંદર, તરી નીકળીશું, ભલે ઠેસ વાગે, ફરી નીકળીશું.
ઘાસ તો ખડકાળ આ ચટ્ટાનમાં ઊગી શકે, ને ગુલાબો આગના તોફાનમાં ઊગી શકે.
એક છત નીચે હતાં બે, રાત ભીંજાયાં નહીં, ફોનમાં ખોવાઈને નિજ જાત ભીંજાયાં નહીં.
રોજ ગણતો હું રહું, પણ આંકડો ખોટો પડે, વ્યાજ ભરતાં વર્ષ વીત્યાં, ચોપડો ખોટો પડે.
રાત આખી જાગતા'તા એ જવાનો મોરચે, આંખ સામે દુશ્મનોનાં છે નિશાનો મોરચે.
રાતનાં સપનાં કદી આવી સવારે ના ટકે, સુખ ઉછીનું હોય તો ઝાઝું ઉધારે ના ટકે.
ખોઈ બેઠા છે બધા એ વાંસળી ઘોંઘાટમાં, કોઈએ ના વાત મારી સાંભળી ઘોંઘાટમાં.