← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરી મ્હેકી જરા, જ્યાં ઘેર આવી દીકરી,
સાથમાં એ સાસરેથી યાદ લાવી દીકરી.

બાપના ઝાંખા નયનમાં તેજ આંજી પ્રેમથી,
ઓરડાને પણ ફરીથી, લ્યો, સજાવી દીકરી.

લીમડો ઝૂમ્યો અને ચકલી ય ચહકી આંગણે,
આ ફળીને પણ ફરી પાછી જગાવી દીકરી.

ભાઈ સાથે બાળપણનો એ જ ઝઘડો થ્યો ફરી,
ભાઈને રડતો કરી, પાછો હસાવી દીકરી.

ચાર દિ' રહીને જશે, એ જાણતા'તા સૌ ‘પરાગ’,
તોય ઘરમાં મ્હેકનું ઉપવન વસાવી દીકરી.

– પરાગ રતનપરા

#ગઝલ #દીકરી #પિયર #પરિવાર #વહાલ #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #Homecoming #Family #FathersLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદાદાની છત્રીઆગલો લેખ →ભઠ્ઠાવાળી બાઈ