← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વ્યાકરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોઈ શાળામાં ભણાવે ધડકનોનું વ્યાકરણ?
આંખથી શીખી ગયાં બે ચુંબનોનું વ્યાકરણ.

છોડવામાં પણ મળે છે, બાંધવામાં ખોઈએ,
પ્રેમમાં ઊંધું ભણાવે બંધનોનું વ્યાકરણ.

ઘૂંઘટે મલકાઈ, બેડે જળ ભરી ગઈ ગોરડી,
સાવ અલગારું હતું એ કંગનોનું વ્યાકરણ.

રોજ સજતી, રોજ પૂછે, રોજ શરમાતી રહે,
કોણ સમજે ભીંત પરનાં દર્પણોનું વ્યાકરણ?

આ ‘પરાગે’ ફૂલની સાથે ગુજારી જિંદગી,
તો જ સમજાયું મને આ સ્પંદનોનું વ્યાકરણ.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #પ્રેમનીભાષા #મૌન #શૃંગાર #પરાગરતનપરા
#GujaratiGhazal #LanguageOfLove #Romance #Heartbeats #UnspokenWords #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગુજરાત છેઆગલો લેખ →સાદ પાડે