સાદ પાડે
હવે તો દિશાઓ મને સાદ પાડે,
વગડની હવાઓ મને સાદ પાડે.
બરફમાં તપસ્વી જગાવે અલખને,
શિખરની ગુફાઓ મને સાદ પાડે.
ગમે છે મને દ્વારિકાનો સમંદર,
ગગનમાં ધજાઓ મને સાદ પાડે.
પુરાણી ગલી, વાવ, ખંડેર, કિલ્લા,
સદીની કથાઓ મને સાદ પાડે.
પરાગે ઘણાં ફૂલ ચૂમ્યાં, છતાંયે
વનોની લતાઓ મને સાદ પાડે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રવાસ #રખડપટ્ટી #હિમાલય #દ્વારિકા #પરાગરતનપરા
#GujaratiGhazal #Wanderlust #Travel #Himalayas #Dwarka #ParagRatanpara