← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચૂંટણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામમાં વરસો પછી લાવી ઉજાણી ચૂંટણી,
ને નવી નેતા તણી દેતી કમાણી ચૂંટણી.

રાતમાં ડામર પથાર્યો ગામના રસ્તા ઉપર,
પાંચ વર્ષે એ જ લાવી આ નિશાની ચૂંટણી.

ઝૂંપડીમાં રોટલો ખાધો હતો ફોટા લગી,
ને પછી ભૂલી ગરીબોની પિછાણી ચૂંટણી.

નોટ, સાડી, ને શરાબી રાત, ને વાદા નવા,
ઘર સુધી આવી વહેંચી ગઈ લહાણી ચૂંટણી.

આ પરાગે પૂછતાં, ‘ક્યારે ફરી આવો?’ કહે,
‘પાંચ વર્ષે આવશું, લાવે જ તાણી ચૂંટણી.’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ચૂંટણી #રાજકારણ #લોકશાહી #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #Elections #Politicians #Democracy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખતું નથી, છતાંઆગલો લેખ →સૂરજને ખિસ્સામાં