← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અર્થ શું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું ગયો, ને મેજ પર આ વાંસળીનો અર્થ શું?
રાતભર ગાજી ગયેલી વીજળીનો અર્થ શું?

ઊપડી ગાડી, પછી બારી મહીં ઝૂકેલ તું,
ને હલી ના, એ અટકતી આંગળીનો અર્થ શું?

સૌ કહે છે: ‘વીસરી ગઈ છે, હવે તો સ્વસ્થ છે,’
રોજ રાતે દુઃખતી આ પાંસળીનો અર્થ શું?

કોઈ આવ્યું ના, પવન પણ ના હતો, તોયે પછી
બારણે સ્હેજે ખખડતી સાંકળીનો અર્થ શું?

ફૂલ ખરતાં, મ્હેક ઊડી, હે ‘પરાગ’, હવે કહો,
ડાળ પર ઊભી રહેલી ડાંખળીનો અર્થ શું?

– પરાગ રતનપરા

#ગઝલ #વિદાય #વિરહ #પ્રશ્ન #અધૂરપ #પરાગરતનપરા
#GujaratiGhazal #Parting #Separation #UnansweredQuestions #Absence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએક છત્રીઆગલો લેખ →ગોટલી