માસ્કમાં
સૌ છુપાવીને ફરે છે એ ચહેરો માસ્કમાં,
કોણ રડતું, કોણ હસતું, છે પહેરો માસ્કમાં.
શ્રીમતીજી બોલતાં, હું ના સમજતો એક પણ,
હું કહું: ‘માફી! બની બેઠો બહેરો માસ્કમાં.’
એક સરખા લાગતા'તા ચોર, નેતા, સંત સૌ,
કોણ જાણે ભેદ કોનો, ક્યાં બસેરો માસ્કમાં?
રાત આખી શ્વાસ આપ્યા ડૉક્ટરે સૌને, અને
આંખમાં એની હતો કેવો સવેરો માસ્કમાં!
આ પરાગે આંખથી હસવું ય શીખ્યું એ સમે,
હાસ્યનો કીધો હતો એવો ઉછેરો માસ્કમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #માસ્ક #મહામારી #ડૉક્ટર #પરાગરતનપરા
#GujaratiGhazal #PandemicSatire #MaskedFaces #Doctors #SmilingEyes #ParagRatanpara