← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અંધની આંખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ટેરવાંથી ઝળહળી આ જિંદગી ભાળું હવે,
મંદિરે ઘંટારવે મુજ બંદગી ભાળું હવે.

ફૂલની મ્હેકો પરોઢે શ્વાસમાં ભરતો રહું,
આંધળી આંખેય હું તો તાજગી ભાળું હવે.

ઝૂંપડીના રોટલાને હાથમાં લેતાં જ હું
સાવ ભીની કોરમાં ત્યાં સાદગી ભાળું હવે.

આંખવાળાએ છુપાવી જે ગલીચા હેઠળે,
અંધ છું, તોયે ઘણી એ ગંદગી ભાળું હવે.

આ ‘પરાગે’ નેત્ર ખોયાં, ભીતરે તો દીવડો,
તેજવાળી આંખની પણ માંદગી ભાળું હવે.

– પરાગ રતનપરા

#ગઝલ #અંધત્વ #અંતર્દૃષ્ટિ #સ્પર્શ #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Blindness #InnerVision #SenseOfTouch #SocialMirror #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનહીં આવુંઆગલો લેખ →કંકુ પગલી