થઈને ઊગશું
બાળશો તો રાખમાંથી ઘાસ થઈને ઊગશું,
ખેડશો તો ખેતરે હળ-ચાસ થઈને ઊગશું.
હોઠ સીવી લો ભલે, પણ ગીત અટકાશે નહીં,
વાંસળીના સૂર કાજે વાંસ થઈને ઊગશું.
નામ ભૂંસી નાખશો તકતી ઉપરથી, તોય પણ
આવતીકાલે નવો ઇતિહાસ થઈને ઊગશું.
ગામ ઉજ્જડ થઈ જશે, તોયે શરદની રાતમાં
ચાંદની સાથે ફરી આ રાસ થઈને ઊગશું.
ફૂલ ખરશે, ડાળ સૂકાશે, ભલે ઊડે ‘પરાગ’,
તોય પાછી મોસમે વિશ્વાસ થઈને ઊગશું.
– પરાગ રતનપરા
#ગઝલ #સંઘર્ષ #આશા #જિજીવિષા #પુનર્જન્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #Hope #RiseAgain #IndomitableSpirit #ParagRatanpara