ડરે એ
ન કાનૂનથી, ના ખુદાથી ડરે એ,
ફકત ચૂંટણીમાં પ્રજાથી ડરે એ.
નથી મોતનો, રોગનો ડર જરાયે,
ગરીબો ફકત તો દવાથી ડરે એ.
રસોડું, પથારી, ઝરૂખો, તિજોરી,
બધું ઘર હવે તો દિશાથી ડરે એ.
રજા પણ રજા ક્યાં? સતત ફોન આવે,
હવે કર્મચારી રજાથી ડરે એ.
પરાગે ભલે મંચ પર સિંહ ગર્જ્યો,
ઘરે શ્રીમતીનાં ભવાંથી ડરે એ.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ડર #રાજકારણ #ઘરસંસાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Fear #Politics #HenpeckedHumour #ParagRatanpara