ત્રીસમી જાન્યુઆરી
મ્યુઝિયમના કાચના ખાનામાં
ગાંધીજીનાં ચશ્માં,
ઘડિયાળ,
ને ઘસાયેલાં ચંપલ.
નિશાળનાં છોકરાં આવ્યાં.
ટીચરે કહ્યું: ‘લાઇનમાં!’
છોકરાંએ
કાચ સામે ઊભા રહી
સેલ્ફી લીધી —
બે આંગળીનો ‘વી’ બનાવીને.
ચશ્માં
કાચની પેલી પાર
ચુપચાપ જોતાં રહ્યાં.
ઘડિયાળ તો
ક્યારની બંધ છે.
પણ મને લાગ્યું,
એ ચશ્માંની પાછળ
કોઈ આંખ
હજી
ખુલ્લી છે.
– પરાગ રતનપરા