ઇશારો જોઈને
ચાંદ પણ શરમાઈ બેઠો આ નજારો જોઈને,
રાત પણ રોકાઈ ગઈ તારો ઇશારો જોઈને.
આંખ મારી ડૂબવા તૈયાર બેઠી'તી છતાં,
આખરે પાછી વળી, તારો કિનારો જોઈને.
ઝાંઝવાંની પાછળે દોડ્યો તરસનો કાફલો,
એ ય થંભ્યો પાંપણે ભીનો ઉતારો જોઈને.
ગામ આખું પૂછતું’તું કેમ બદલાયો હતો?
હું ય બદલાયો હતો તારો સુધારો જોઈને.
આ પરાગે પાનખરમાં પણ વસંતો ઊજવી,
ગાલ પર તારા ગુલાબી એ ઉભારો જોઈને.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રિયતમા #સૌંદર્ય #ઇશારો #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #Beloved #Beauty #GlanceOfLove #ParagRatanpara