સાથે શું જશે?
શિર ઉપર મૂક્યો ભલે તેં તાજ, સાથે શું જશે?
તેં ભલે જીત્યાં હજારો રાજ, સાથે શું જશે?
મંચ પરથી ગાજતો'તો સિંહ જેવો રાતદિન,
એ ગરજતો ગર્વનો આવાજ સાથે શું જશે?
લોક-ટીકાથી ડરીને તેં ઉમરભર સાચવી,
ખોખલી એ આબરૂ ને લાજ સાથે શું જશે?
કાલની ચિંતા મહીં તેં ખોઈ દીધી જિંદગી,
કાલ તો આવી નથી, ને આજ સાથે શું જશે?
આ પરાગે મ્હેક વેરી, એ જ રોકાશે અહીં,
ફૂલનો રંગીન રેશમ-સાજ સાથે શું જશે?
– પરાગ રતનપરા
#ગઝલ #નશ્વરતા #અહંકાર #જીવનદર્શન #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Impermanence #Ego #PhilosophyOfLife #Detachment #ParagRatanpara