← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુરુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ ઝાલી સ્લેટ પર તો અક્ષરોનું ભાન તેં,
મૌનને પણ શબ્દ દઈને ગીતનું વરદાન તેં.

ચોપડીઓમાં કદી પણ જે નથી મળતું કશે,
જિંદગીના પાઠ જેવું રોજ દીધું જ્ઞાન તેં.

ફાટલી ચડ્ડી, ઉઘાડા પગ, કશું ના હાથમાં,
પીઠ પર મૂકી હથેળી, ઝૂંપડીને માન તેં.

સાવ છેલ્લી પાટલીએ બેસતો હું એકલો,
આંગળી મારી ઉઠી ને તરત દીધું ધ્યાન તેં.

આ ‘પરાગે’ મંચ પરથી ગીત ગાયાં જે બધાં,
એ બધાંનો સૂર પ્હેલો, એ જ દીધું ગાન તેં.

– પરાગ રતનપરા

#ગઝલ #ગુરુ #શિક્ષક #નિશાળ #ગુરુવંદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Teacher #Guru #SchoolDays #Gratitude #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખત્રણસો ચોસઠ દિવસઆગલો લેખ →કાચનો