બારી હોત તો
ચાર દીવાલો મહીં જો એક બારી હોત તો,
આંગણે તુલસી, ગુલાબોની ય ક્યારી હોત તો.
દોડતો હું જિંદગીભર બે જ ટંકો કારણે,
ઊંઘ માટે એક સાદી શી પથારી હોત તો.
કારમાં એસી હતી, ને ધૂળ ના'તી ક્યાંય પણ,
બાળપણની બળદગાડાની સવારી હોત તો.
દુશ્મનોથી ડર ન લાગ્યો, ડર હતો મિત્રો તણો,
એક સાચા દોસ્તની પણ સાવ યારી હોત તો.
આ પરાગે ફૂટપાથે ચાંદ જોયો રાતભર,
એ જ ચાંદો ઊગતો, મારી અટારી હોત તો.
– પરાગ રતનપરા
#ગઝલ #ઝંખના #ગરીબી #બાળપણ #મિત્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Longing #Poverty #Childhood #Friendship #ParagRatanpara